Dev-Mukta Trust is formed with an objective of providing medicines to the needy people on cost-to-cost basis. The trust aims to educate and encourage people to use Generic Medicines. The first store of the Trust – "Anand Medical Centre" was inaugurated on 23rd August, 2015 at C/2, Haridaya, Opp. Laxmi Cinema, Anand 388001 – Gujarat (INDIA)
સ્નેહી શ્રી,
દેવ મુક્તા ટ્રસ્ટના કર્મચારી જન,
આપ શ્રીઓને મારા ખુબ ખુબ અભિનંદન છે. આપની આ સેવા બદલ અને આ જે દુકાન ખુલી મુકી છે તે બદલ ખુબ ખુબ આભાર. આપની આયોજના થકી કેટલાય ઓછી આવકવાળા લોકોને તમારા આશિવાઁદ મળશે અને તમને, તમારી ટ્રસ્ટને ખુબ પુન્ય પ્રાપ્ત થશે.
આ સ્ટોર ચાલુ થવાથી ગ્રાહકને સસ્તા ભાવે સારી દવાઓ મળી રહે છે. દવા સ્ટોરમાં ન હોય તો લાવી પણ આપવાનુ કહેવામાં આવે છે. ગરીબો માટે સારી શરુઆત છે.
મૂળભૂત દરો પર જેનરિક દવાઓ પૂરી પાડવા માટે તમારી ખૂબ સારી સેવા દ્વારા હું ખૂબ પ્રભાવિત છું. હું તમને તમારા સાહસમાં તમામ સફળતા મળે. ભગવાન તામારૂ ભલુ કરે.
દવાઓ ઉપયોગમાં લેવાતા લોકોની મદદ કરશે જે એક ખૂબ જ સારી પ્રારંભ છે. જીવનની સારી ગુણવત્તા ચાલુ રાખો.
વૃધ્ધાશ્રમના વડીલોને મદદરૂપ થઇ શકે તેવી તમામ દવાઓ ઉપ્લબ્ધ કરાવશો. આશીઁવાદ મળશે. ઇશ્વરકૃપા કાયમ રહેશે.
તમારા આ સ્ટોરથી હું બહુ ખુશ થયો છુ. આપણા આણંદ શહેરને આવા સ્ટોરની જરૂર જ છે. આના માટે જાગ્રુતતા લાવવાની પણ જરૂર છે. જેનરીક દવાઓ ડુપ્લીકેટ નથી એ વાતે આણંદ વાસીયો ને સમજાવાની જરૂર છે.
મને જે ભાવે દવા મળે છે તે ભાવે બીજુ કોઇ આપી શકે તેમ નથી. તેવુ હુ સમજતો હતો . . . તો મારી તે ભુલ આણંદ મેડીકલ સેન્ટરમાં આવવાથી તદ્દન મગજમાંથી નીકળી ગઇ છે. તો આજ પછી હું સૌથી વધારે મારાથી બનશે એટલી મહેનત વધુને વધુ લોકો આણંદ મેડીકલ સેન્ટરમાં આવે તેવો પ્રયત્ન હંમેશા કરતો રહીશ.
આ એક એવા વિચારનો ઉદભવ થયો જે માણસને સાચી માનવતાનો એહસાસ થાય આ યુગમાં આ સમયમાં માણસને એક તથા બીજી કોઇ બિમારીમાં ડૉ. અને દવાઓ સિવાય જીવન શક્ય નથી. આ મિશન ચાલુ રાખી સૌના હદયથી આશીઁવાદ પાઠવુ છુ.
જીવન ટકાવી રાખવા માટે તેમજ રોગથી મુક્તી મેળવવા માટે કાયમી દવાઓ લેવી પડે છે તે ઘણી જ મોંગી પડે છે. જેની સામે જેનરીક દવાઓ ઘણી જ સસ્તી કિમતે પ્રાપ્ત થાય છે. જે માનવ જીવનની સેવા છે અને સેવાભાવના વધતી રહે તેવી શુભેચ્છા.
આ એક સમાજ સેવાનુ કામ છે. જેનરીક દવાઓ ગરીબ લોકો પણ ખરીદી શકે જ્યારે મેડીકલ સટોરની દવાઓ ગરીબ લોકો ખરીદી શકતા નથી. હાલના સમયમાં દવાઓ જીવન જરૂરીયાત થઇ ગયેલ છે. આ એક ઉમદા કાર્ય છે.
તમે આ શરૂ કરેલ સ્ટોરની ઘણી જરૂર આણંદમાં છે. ગરીબ લોકોની દુવા મળશે. આપણા બધાની એક જ જીંદગી છે. મેડીકલ ફિલ્ડના લોકો ભુલી ગયા છે. માનવ સેવા એજ પ્રભુસેવા છે. આ કાર્ય ઘણુ સરસ છે. અમારી દુવા છે. બધાં જે આ સંસ્થા સાથે જોડાયેકલા છો. આભાર.
આજના મોંગવારીના જમાનામાં ગરીબ દર્દીઓ માટે મોંઘી દવાઓ ખરીદવાનું ઘણું મુશ્કેલ છે. તે સંજોગોમાં આપશ્રીએ ગરીબ લોકોને રાહત દરે દવાઓ આપવાનુ કામ કરો છો. તેથી ગરીબ દર્દીઓને ઘણી મદદ મળશે. આ જનશેવાનું ઘણું સારુ કાર્ય છે. ગરીબ દર્દીઓના આપશ્રીને આશીઁવાદ મળશે. ભગવાન સૌનુ ભલુ કરે એવી પ્રાર્થના.
આ કામ દરેક માટે એક જ પ્રકારનું ઘણું બધું કામ કરવા માટે પ્રેરાય તે પ્રમાણે. આપના કાર્ય જે દરેક મોટા નગરો કે તાલુકા કક્ષાના જગ્યા ઉપર ખુલે જેથી કરીને આ લોકોને સમાજને છેતરતા બંધ થાય તથા અમારા તરફથી કોઇપણ પ્રકારની જરૂરીયાત તથા સેવા કરવા માટે કામ હોય તો અમોને જાણ કરવા મહેબાની કરશો તથા જાહેરાત મહત્વનું માધ્યમ છે. જે અમો આપના તરફથી અમો ઉપાડીએ.
આ મોંઘવારીનાં જમાનામા દેવ-મુક્તા ટ્રસ્ટવાળા આટલી સસ્તી દવાઓ આપે છે. તો ગ્રાહકો બહાર છેતરાતા બંધ થાયા અને અમને ઘણો લાભ થયો છે. અમારી ઓફીસમાં અમે તમારૂ બેનર માર્યુ છે તો બીજાને લાભ થાય.
આ ટ્રસ્ટનો હું ખુબ જ આભારી છું કે બીચારા ગરીબ-મધ્યમ વર્ગ માટે આ સારી સેવા આપે છે અને હું આશા કરુ છુ કે આ સેવા ટ્રસ્ટ ચાલું રાખે. આભાર.
ખુબજ સેવા ભાવનાથી આ સ્ટોર ચાલુ કરવામાં આવ્યો છે. ઘણું જ સારુ કામ છે.
આપને ત્યાથી છેલ્લા ૨ મહીનાથી દવા લઇ જઉ છુ. દવાનાં ભાવમાં ઘણો તફાવત હોવાથી ખચઁમાં ઘણી રાહત થાય છે. હું તો આપનું સરનામું મારા મિત્રોને જણાવીને આપને ત્યાથી દવા લેવાની વિનંતી કરું છું. આપની આ સેવા ઘણી ઉમદા છે સામાન્ય સ્તીથીમાં માણસો માટે ઘણું જ લાભદાયી કાર્ય છે.
મારા પત્નીનુ ડાયાબીટીશ ૩૦૦ આવતો હતો પરંતુ ગ્લીમ્પ એમ-૨ આણંદ મેડીકલ સેન્ટર માથી લીધી પછી ડાયાબીટીશ ૧૮૦ આવ્યો છે. તે સ્ત્ય છે.
મને જણાવતા આનંદ થાય છે કે તમે તમારી આ ટ્રસ્ટ હેઠળ ખુબ જ સારી કામ કરી રહ્યા છો અને અમને બીજે કરતાં અહીંયા ખુબ જ ઓછા ભાવે અમારી જોઇતી દવાઓ મળી રહે છે તે બદલ આભાર.
તમારા ટ્રસ્ટની મુલાકાત લેવાનો સારો અનુભવ થયો. મારા છેલ્લા તબીબી બિલોને તમારા ટ્રસ્ટ સાથે સરખાવવાથી ખુબ ખુશી અનુભવું છું કે તે લોકોના પોકેટની ખૂબ જ બચત છે. ચાલુ રાખો.
આ મેડીકલ સાથે ખૂબ જ સારો અનુભવ થયો છે આ સટોર ડૉ. પરિખ દ્વ્રારા સુચવવામાં આવ્યો છે. મારા પૈસા બચાવવા બદલ આભાર.